Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરઊંડ -1 હેઠળના ચેકડેમો ભરવા ડેમના દરવાજા ખોલાશે

ઊંડ -1 હેઠળના ચેકડેમો ભરવા ડેમના દરવાજા ખોલાશે

ઊંડ -1 ડેમના હેઠવાસમાં આવતા ગામોના લોકોએ નદીના પટમાં અવર- જવર ન કરવા સૂચના અપાઈ

- Advertisement -

કાર્યપાલક ઈજનેર, જામનગર સિંચાઈ વિભાગ, જામનગરના ચેતવણી સંદેશમાં જણાવ્યા મુજબ, જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલા ઊંડ-1 ડેમમાંથી ડેમના નીચાણવાસના ચેકડેમો ભરવા માટે આગામી તા.04 માર્ચના રોજ 10:00 કલાકે ડેમના દરવાજા ખોલવામાં આવનાર છે. જેથી ડેમના હેઠવાસમાં આવતા જામનગર તાલુકાના તમાચણ, રોજીયા, રવાણી ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા અને સણોસરા, ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા, જાળીયા દેવાણી, માનસર, હમાપર, સોયલ, નથુવડલા, માવાપર અને વાંકિયા તેમજ જોડિયા તાલુકાના લખતર-આ ગામોના લોકોને નદીના પટમાં અવર- જવર ન કરવા, પોતાના માલ-મિલકત, ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે. તેમ કાર્યપાલક ઈજનેર, જામનગર સિંચાઈ વિભાગ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular