Friday, December 6, 2024
Homeરાજ્યજામનગરપંચવટી સર્કલ નજીક બાઈકસવારે ઠોકરે ચડાવતા સાઈકલ સવારનું મોત

પંચવટી સર્કલ નજીક બાઈકસવારે ઠોકરે ચડાવતા સાઈકલ સવારનું મોત

ગુરૂવારે બપોરના સમયે ઘરે જતા સમયે પ્રૌઢને અકસ્માત: ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ : નાશી ગયેલા બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢ ગુરૂવારે બપોરના સમયે તેની સાઈકલ પર ઘરે જતાં હતાં ત્યારે પંચવટી સર્કલથી ભૂતીયા બંગલા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ આવી રહેલા બાઈકચાલકે સાઈકલસવારને ઠોકર મારી હડફેટે લઇ પછાડી દેતા માથામાં માથામાં ગંભીર ઈજાા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શાંતિનગર 6 ના છેડે સર્વેશ્ર્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતાં રાજેન્દ્રસિંહ જાડેજા નામના પ્રૌઢ ગુરૂવારે બપોરના સમયે તેની સાઈકલ પર ઘર તરફ જતા હતાં ત્યારે પંચવટી સર્કલથી ભૂતિયા બંગલા નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ આવી રહેલા જીજે-03-ડીએચ-5681 નંબરના બાઈકચાલકે સાઈકલસવારને હડફેટે લઇ ઠોકરે ચડાવ્યા હતાં. જેના કારણે પ્રૌઢ સાઈકલ પરથી રોડ પર પટકાતા માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ બાઈકચાલક નાશી ગયો હતો. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર રવિરાજસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી.જી.રાજ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular