દર વર્ષની જેમ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિનના દિવસથી એટલે કે તા.2 ઓક્ટોબર થી તા. 08 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી થાય છે તેના ભાગરૂપે જામનગર જીલ્લામાં નશાબંધી સપ્તાહ ઉજવણીનો પ્રારંભ આજ્થી થયો હતો
ગાંધી જયંતિ ના રોજ જામનગર સાયકલીંગ ક્લબ, નવાનગર ક્રિકેટ એકેડમીના યુવા ક્રિકેટરો, જામનગર જીલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટ સુરેશ ભીંડી, જીલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી ચંદ્રેશ ભામ્ભી અને ગાયત્રી શક્તિ પીઠ જામનગર સાથે વ્યસન મુક્તિ ના બેનર સાથે સાયક્લ રેલી યોજાઈ હતી. જે રેલી શહેર ના જુદા જુદા માર્ગ માં નીકળી હતી.