Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વૃધ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટમાંથી બચાવી લેતી સાઈબર ક્રાઈમ : ખાખી વર્ધી...

જામનગરમાં વૃધ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટમાંથી બચાવી લેતી સાઈબર ક્રાઈમ : ખાખી વર્ધી પહેરેલા એક વ્યક્તિની કરતૂત

ફોન આવતા જ જાણ કરતા સાઈબર ક્રાઇમ પોલીસે મામલો સંભાળી લીધો

જામનગરનું એક બુઝુર્ગ દંપતી સાયબર ટોળકીનો શિકાર બન્યું હતું, અને તેઓને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો.પરંતુ તેણે પોલીસને જાણ કરતા સાઈબર ક્રાઈમ સેલની ટીમે બચાવ્યા છે. જેઓને સાયબર સેલ ના પોલીસ મથકે બોલાવ્યા બાદ તેઓને જરૂરી સમજણ આપી, આખરે તેઓને પૂરી સાત્ત્વના આપી નિર્ભય પણે ઘેર પરત જવા દેવાયા હતા.

- Advertisement -

ગત તા. 11-3-25ના રોજ જામનગરના એક વૃધ્ધ દંપતિને ડીજીટલ એરેસ્ટ પ્રકારે ફસાવવાનો પ્રયાસ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો.જેમાં અગાઉની મોડસ ઓપરેન્ડી મુજબ પોલીસની વર્દી પહેરેલ શખ્સ તેમની સાથે વાતચીત કરીને એક જગ્યાએ ફ્રોડનો ભાગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો હતો. દરમ્યાન ફોન કાપ્યા પછી વૃદ્ધ દંપતિ દ્વારા આ અંગે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુને રજૂઆત કરવામાં આવી હતી. જેથી જિલ્લા પોલીસવડા દ્વારા તુરતજ સાયબર ક્રાઈમની સે ને સમગ્ર મામલો સોંપી દેવામાં આવ્યો હતો. જેથી સાયબર પોલીસ સ્ટેશનના પી.આઈ. આઈ.એ. ધાસુરા અને તેમના સ્ટાફ દ્વારા આ અંગે જરૂરી કામગીરી કરીને બુઝુર્ગ દંપતિને ડીજીટલ અરેસ્ટ પ્રકારના સાયબર ફ્રોડનો ભાગ બનતાં બચાવ્યા હતા.તેઓને સાઇબર ક્રાઈમ પોલીસ મથકે બોલાવીને જરૂરી સમજ આપવામાં આવી હતી, અને ત્યારબાદ પુરી સાંત્વના આપીને તેઓને સલામત રીતે તેમના ઘરે પહોંચાડી ભવિષ્યમાં આ બાબતે કોઈપણ ફરીયાદ મળે તો તુરંત સાયબર સેલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસ દ્વારા અવેરનેશ મેસેજ આપવામાં આવ્યો છે. કે નકલી પોલીસની રોફમાં અને કોઈ ફરજી સજાના ખોફમાં આવીને સરેન્ડર ન કરવું. કેમકે ડીજીટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી. જેથી આવા ફ્રોડથી હંમેશા સૂાવચેત રહેવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular