ઓનલાઈન ચીટીંગ સહિતની સાઈબર ક્રાઈમની ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે. ત્યારે જામનગર પોલીસ દ્વારા તા.17 સપ્ટેમ્બરના સાંજે 5 વાગ્યે એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે સાઈબર ક્રાઈમ જાગૃત્તતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાઈબર ક્રાઈમ જાગૃત્તતા સેમિનાર અંતર્ગત મહિલા અને બાળકોની સુરક્ષા, આર્થિક સુરક્ષા સહિતની માહિતી લોકોને પૂરી પાડવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે મો.નં.63570 15757 નો સંપર્ક કરવો.