જામનગર સીટી-એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર.આર. શાહ હાઇસ્કૂલમાં પીઆઇ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ સાયબર જાગૃતિ દિવસ અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. સીટી-એ ડિવિઝનના સુનિતાબેન પરમાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાસિર હુશેન નોયડા દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રામઇ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આર.આર. શાહ હાઇસ્કૂલના પ્રિન્સીપાલ પી.પી. જાડેજા તથા શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને સાયબર ક્રાઇમ અંગે માહિતી મેળવી હતી.