જામનગરમાં રણજીતસાગર રોડ પર ગ્રીન સીટી નજીકના વિસ્તારમાં આવેલા એક પીઝા પાર્લરમાં ગ્રાહકને પીઝા ની અંદર થી એક જીવાત મળી આવી હતી. મરેલો મચ્છર પીઝામાં મળ્યો હોવાથી ગ્રાહકે ફરિયાદ કરી હતી. એટલું જ માત્ર નહીં પોતાને થયેલા અનુભવ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને લઈને જામનગર મહાનગરપાલિકાની ટુકડી દોડતી થઈ હતી. રણજીતસાગર રોડ પર આવેલા લાપીનોઝ પીઝા પાર્લરમાં જઈને હાઈજેનિક કન્ડિશન અંગે ચેકિંગ કર્યું હતું. સાથો સાથ પીઝા પાર્લરને અચોક્કસ મુદત માટે સીલ કરી દેવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી નીલેશ પી. ઝાસોલીયા તથા દશરથભાઈ આસોડિયા સહિતની ટીમેં ચેકિંગ કર્યું હતું અને જ્યાં સુધી સ્વચ્છતા ના તમામ ધોરણો અને હાઈજેનીક કન્ડિશન ની પૂર્તતા ન થાય, ત્યાં સુધી પીઝા પાર્લર બંધ રાખવાનો આદેશ કરાયો છે.
View this post on Instagram


