જામનગર શહેરમાં આવેલી જુની તાલુકા શાળા સામેના દેરાસરમાં ગઈકાલે વહેલી સવારે લુખ્ખા તત્વોએ સાધુ-સાધ્વીજીઓ સાથે ગેરવર્તન કરી તોડફોડ કરી હતી. તેમજ દેરાસરની બહાર પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ કરી હતી. જેમાં પોલીસે કૌશિકભાઈ ઝવેરીની ફરિયાદના આધારે 6 શખ્સો વિરુધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આંણદાબાવાના ચકલાથી સેન્ટ્રલ બેંક તરફ જવાના માર્ગ પર જુની તાલુકા શાળા સામે આવેલાં શાંતિ ભુવન દેરાસરમાં શુક્રવારે રાત્રીના સમયે અજાણ્યા આવારા તત્વોએ ઘુસીને તોડફોડ કરી હતી. તેમજ દેરાસરના કર્મચારી અને સાધુ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. અને રૂ 500ની કિમંતનો ચાંદીનો નાનો કળશ, રૂ 10,000ની કિમંતનો સાચા મોતીનો હાર તેમજ રૂ 15,000ની કિમંતનો સાચા મોતીનો સોનાના પેન્ડલવાળો હાર મળીને કુલ રૂ 25,000ની માલમત્તાની ચોરી કરી હતી. ઉપરાંત આ લુખ્ખા તત્વોએ દેરાસરની બહાર પાર્ક કરેલાં કારોના કાચ તોડી નાખ્યાં હતાં. પોલીસે સી.સી.ટી.વી ગુતેજ ને આધારે તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ કૌશિકભાઈ કનખલાલ ઝવેરીની ફરિયાદને આધારે આરોપી પ્રિતેષ ઉર્ફે પીન્ટુ ભરતભાઈ પટેલ, પ્રદિપસિંહ અજીતસિંહ વાઘેલા, સંજય અશોકભાઈ બાઉકીયા, જયવિર દિપકભાઈ ચૌહાણ, મદ્રાસી કરણ ઉર્ફે બાડૉ રાજેન્દ્રભાઈ નાયર, નિર્મળ ઉર્ફે ત્રીકમ બેચરભાઇ પઢીયાર નામના 6 શખ્સો વિરુદ્ધ લુંટ, હુમલો, તોડફોડ, સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.