Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવેવાઈની ધમકીના ભયથી વેવાણ પાટા ઉપર સૂઈ જતા પગ કપાયા

વેવાઈની ધમકીના ભયથી વેવાણ પાટા ઉપર સૂઈ જતા પગ કપાયા

ત્રણ માસ પૂર્વે લગ્ન થયા : લગ્ન બાદ પીયરીયાઓ પુત્રવધૂનુે તેડી ગયા : વેવાઈએ ફોન ઉપર જમાઈને ધમકી આપી : પોલીસે ઓખાના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા દંપતીના પુત્રના ત્રણ માસ પહેલાં લગ્ન થયા હતાં ત્યારબાદ પીયરે ગયેલી પુત્રવધૂને લેવા માટે ફોન કરતા વેવાઈએ ફોન પરજ અપશબ્દો બોલી જમાઈને મારી નાખવાની ધમકી આપતા વેવાણને અવાર-નવાર વિચારો આવતા ભયને કારણે ટ્રેનના પાટા ઉપર સુઈ જતાં પસાર થતી ટ્રેન હેઠળ પગ કપાઈ ગયા હતાં.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર પાણાખાણમાં આવેલા શિવનગર શેરી નં.10 માં રહેતાં વિનોદભાઈ કાનજીભાઈ પાટડિયા અને રંજનબેનના પુત્ર સતિષના લગ્ન અઢી માસ અગાઉ થયા હતાં અને લગ્ન બાદ પુત્રવધૂને તેમના પીયરીયાઓ દ્વારા ગત તા.13 ના રોજ માવતરે તેડી ગયા હતાં. દરમિયાન ગત તા.18 ના રોજ રાત્રિના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં રહેતા વેવાઈ રામજી બચુ સોલંકી દ્વારા વેવાઈ વિનોદભાઇ પાટડીયાને ફોન કરી અપશબ્દો બોલી ‘તારો દિકરો ઘરમાંથી બહાર નિકળી નહીં શકે’ તેવી ધમકી આપી હતી. આ ધમકીની સતિષની માતા રંજનબેન ઉપર ઉંડી અસર થઈ હતી. અને જેને કારણે અવાર-નવાર વિચારો આવતા ભયમાં રાત્રિના સમયે રંજનબેન તેના ઘર નજીક આવેલા રેલવેના પાટા ઉપર સૂઇ જતાં ટ્રેન પસાર થતાં રંજનબેનના બન્ને પગ કપાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી.

ત્યારબાદ ઈજાગ્રસ્ત રંજનબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગેની જાણના આધારે હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે રંજનબેનના પતિ વિનોદભાઈ પાટડિયાના નિવેદનના આધારે ઓખાના રામજી બચુ સોલંકી વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular