Wednesday, December 4, 2024
Homeરાજ્યગુજરાતનગરપાલિકા, જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઇને સીઆર પાટીલનું મોટું નીવેદન

નગરપાલિકા, જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઇને સીઆર પાટીલનું મોટું નીવેદન

- Advertisement -

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જયારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નિવેદન આપતા જણાવ્યું છે કે મહાનગર પાલિકાની ચૂંટણીમાં જે નવા નિયમો બનાવવવામાં આવ્યા તેનો અનેક કાર્યકર્તાઓ  દ્રારા સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારે આ નિયમો જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ લાગુ પડશે.

- Advertisement -

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ  નવા માપદંડ પ્રમાણે ટીકીટ આપવામાં આવી છે.60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને નગરપાલિકા, જીલ્લા-તાલુકા પંચાયતમાં ટીકીટ મળશે નહી. આ સિવાય નેતાઓના સગાવ્હાલાઓને પણ ટીકીટ આપવામાં આવશે નહી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં  ટીકીટ મેળવવા માટે 2 લાખ  કાર્યકર્તાઓએ અરજી કરી હતી. પરંતુ સનિષ્ઠ કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.8474 બેઠકોની યાદી તૈયાર કરવામાં આવી છે.મહીલા અને યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 12 ફેબ્રુઆરીએ ભાજપના તમામ ઉમેદવાર ફોર્મ ભરશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અચાનક જ દાવેદારો અને ઉમેદવારો માટે જે માપદંડ જાહેર કર્યા એનાથી ફક્ત મહાનગરો જ નહિ, પરંતુ જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ પક્ષમાં ગંભીર પડઘા પડયા છે. જે લોકો ટિકિટના અપેક્ષિત હતા તેવા લોકોને જો ભાજપ ટિકિટ ના આપે તો તેઓ પણ અન્ય પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular