જામનગર શહેરના લાખોટા તળાવની પાળે ચબુતરા નજીક એકટિવા ચાલક સાથે ગાય અથડાતાં વૃધ્ધને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં મોદીનો વાડામાં રહેતાં અને વેપાર કરતાં પ્રવિણભાઇ બાબુભાઇ નંદા(ઉ.વ.60) નામના વૃધ્ધ ગત્ તા.31ના સાંજના સમયે તેમના એકટિવા પર પાનની દુકાને જતાં હતાં તે દરમ્યાન લાખોટા તળાવના ગેઇટ નંબર 2 અને 3ની વચ્ચે આવેલાં કબુતરોના ચબુતરા પાસે પહોંચ્યા ત્યારે ગાય બાઇક સાથે અથડાતા અકસ્માતમાં વૃધ્ધનું પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચવાથી મોત નિપજયું હતું. બનાવ અંગેની જાણના આધારે પીએસઆઇ વી.કે.રાતિયા તથા સ્ટાફે મૃતકના પુત્ર હિતેશના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.