Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયચારધામ યાત્રા શરૂ કરવા અદાલતનો આદેશ

ચારધામ યાત્રા શરૂ કરવા અદાલતનો આદેશ

આ અગાઉ 28 જૂને યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો: કોરોના રિપોર્ટ અને રસી પ્રમાણપત્ર ફરજીયાત

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને મંજૂરી આપવામાં આવી છે. નૈનીતાલ હાઈકોર્ટે ગુરુવારે આ મામલાની સુનાવણી કરી અને 28 જૂને ચારધામ યાત્રા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ પરત લેવાનો નિર્ણય કર્યો. કોર્ટે યાત્રા દરમિયાન કોવિડ નિયમોનું પાલન કરતા કેટલાક પ્રતિબંધો સાથે તેને શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

- Advertisement -

મુખ્ય ન્યાયાધીશ આરએસ ચૌહાણ અને ન્યાયમૂર્તિ આલોક કુમાર વર્માની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ હતી. કોર્ટે કેદારનાથ ધામમાં 800 મુસાફરો, બદ્રીનાથ ધામમાં 1200 યાત્રી, ગંગોત્રીમાં 600 યાાત્રી અને યમુનોત્રીમાં 400 યાત્રીઓને જવાની પરવાનગી આપી છે. સાથે જ પ્રત્યેક મુસાફર માટે કોવિડ -19નો નેગેટિવ રિપોર્ટ અને વેક્સિન સર્ટિફિકેટ લાવુ અનિવાર્ય છે.

કોર્ટે ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લામાં ચારધામ યાત્રા દરમિયાન આવશ્યકતા અનુસાર પોલીસ ફોર્સ તહેનાત કરવાના પણ નિર્દેશ આપ્યા. સાથે જ કહ્યું કે યાત્રી કે કોઈ ભક્ત કોઈ પણ કુંડમાં સ્નાન કરી શકશે નહિ.

- Advertisement -

હાઈકોર્ટ તરફથી ચારધામ યાત્રા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવ્યા પછી ઉત્તરાખંડ સરકાર યાત્રા માટે નવી એસઓપી બહાર પાડશે. ઉલ્લેખનીય છે કે સુનાવણી દરમિયાન સરકાર તરફથી વકીલે કોર્ટમાં કહ્યું હતું કે કોરોના સંક્રમણ હાલ નિયંત્રણમાં છે. એવામાં મુસાફરી પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના કારણે નૈનીતાલ હાઈકોર્ટે 26 જૂને ચારધામ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે ચારધામ યાત્રા સાથે જોડાયેલા વેપારીઓ તરફથી માંગ કરવામાં આવી રહી હતી કે સરકાર યાત્રા શરૂ કરે. ચારધામ યાત્રા પર નિર્ભર લોકોને ખુબ નુકસાન થઈ રહ્યું હતું. હવે કોર્ટ તરફથી યાત્રા શરૂ કર્યા પછી હજારો યાત્રા પર નિર્ભર એવા વેપારીઓ અને તીર્થ પુરોહિતો સહિત ઉત્તરકાશી, ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લાના લોકોની આજીવિકા પાટા પર પરત ફરે તેવી આશા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular