Tuesday, January 14, 2025
Homeરાજ્યજામનગરમૈસુરની પેઢીને રૂા.1,95,673 વ્યાજ સહિત ચુકવવાનો કોર્ટનો આદેશ

મૈસુરની પેઢીને રૂા.1,95,673 વ્યાજ સહિત ચુકવવાનો કોર્ટનો આદેશ

- Advertisement -

જામનગરની જાણીતી પેઢી ઉર્વી બ્રાસ પ્રોકડર્ટસનાં પ્રોપરાઈટર, હરિભાઈ ઉર્ફે હરિશભાઈ પુંજાભાઈ મુળશાએ મૈસુરની પેઢી સ્પેકટ્રા પાઈપ્સ પ્રાઈવેટ લીમીટેડમાં તેનાં ઓર્ડર તથા જરૂરીયાત મુજબ અલગ-અલગ તારીખોએ બ્રાસપાર્ટનાં અલગ-અલગ પ્રોડકટર્સનો માલ મોકલ્યો હતો અને તે માલ મોકલાવ્યા સબબ મૈસુરની પેઢી પાસે થી રૂપીયા 1,95,673 લેવાના બાકી નીકળતા હતા તે સબબ પેઢીને અનેક વખત રકમ ચુકવી આપવા જાણ કરી હતી અને મૈસુર ની પેઢી તરફથી થોડો સમય ખોભરી જવાનું કહેવામાં આવતું અને ત્યારબાદ રકમની ચુકવણી માટે ઘણો સમય આપવા છતા રકમ ન ચુકવતા, ઉર્વી બ્રાસ પ્રોકડર્ટસનાં પ્રોપરાઈટર, હરિભાઈ ઉર્ફે હરિશભાઈ પુંજાભાઈ મુળશા એ પોતાના વકિલ નીતલ એમ. ધ્રુવ મારફત જામનગરનાં પ્રીન્સીપાલ સીનીયર સિવિલ કોર્ટમાં સમરી સ્યુટ દાખલ કર્યોે હતો જે દાવો જામનગરના દસમાં એડીશ્નલ સીનીયર સિવિલ જજની કોર્ટમાં ચાલી જતા, મૈસુરની પેઢી એ રૂપીયા 1,95,673 વાર્ષિક 6% દાવાની તારીખથી જયાં સુધી રકમ ન ચુકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો અને રકમ ન ચુકવી આપે તો તેની સ્થાવર તથા જંગમ મિલ્કતમાંથી વસુલી લેવા તથા દાવાનો તમામ ખર્ચ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

- Advertisement -

ઉર્વી બ્રાસ પ્રોકડર્ટસ પેઢી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ (એડવોકેટ), ડેનીશા એન. ધ્રુવ (એડવોકેટ), પુજા એમ. ધ્રુવ (એડવોકેટ), ધર્મેશ વી. કનખરા (એડવોકેટ), અશિષ પી. ફટાણીયા (એડવોકેટ), ધ્વનિશ એમ. જોશી (એડવોકેટ) તથા આસીસ્ટન્ટ જુનીયર કાજલબેન સી. કાંબરીયા રોકાયેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular