Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા: દારૂ સંદર્ભેના કેસમાં આરોપીના રિમાન્ડ નામંજૂર કરતી અદાલત

ખંભાળિયા: દારૂ સંદર્ભેના કેસમાં આરોપીના રિમાન્ડ નામંજૂર કરતી અદાલત

- Advertisement -
ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દખણાદા બારા ગામની ખારી સીમ વિસ્તારમાં રહેતા કિશોરસિંહ મનુભા જાડેજાના કબજામાંથી પોલીસે જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની 72 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જે સંદર્ભે સલાયા મરીન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ વિધિવત રીતે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આના અનુસંધાને પોલીસે અનોપસિંહ બચુભા જાડેજા તથા દેવશી બોઘાભાઈ ચાવડા નામના બે શખ્સોની વિધિવત રીતે અટકાયત કરી, ખંભાળિયાના જુડીશીયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં સલાયા પોલીસે આરોપીઓના રિમાન્ડની માંગણી કરતા આરોપી તરફે કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપીઓના રિમાન્ડ રદ કર્યા હતા.
આ કેસમાં આરોપી તરફે વિદ્વાન વકીલ મોહમ્મદ હનીફ કે. સોઢા, ફાલ્ગુની બારોટ તથા ઓફિસ આસીસ્ટન્ટ હિતેશ રાયચુરા રોકાયા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular