Friday, December 5, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયજાણો વિશ્વના એવા દેશો વિશે... કે જ્યાં એક પણ નદી વહેતી નથી...

જાણો વિશ્વના એવા દેશો વિશે… કે જ્યાં એક પણ નદી વહેતી નથી…

નદીઓ વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલી છે. પીવાના પાણી, દૈનિક જરૂરિયાતો અને ખેતી માટે આપણે નદીઓ પર નિર્ભર છીએ ત્યારે નદીઓ કોઇપણ દેશના જીવનનો મહત્વનો ભાગ છે. ત્યારે શું તમે જાણો છો વિશ્વના કેટલાંક એવા દેશો વિશે કે જ્યાં નદીઓ જ વહેતી નથી…?

- Advertisement -

દુનિયામાં એવા આઠ દેશો વિશે આજે જાણીએ કે જ્યાં એક પણ નદી નથી જ્યાં તેલ અને ગેસના ભંડાર છે. પરંતુ પાણીનો મોટો પડકાર છે. ત્યાંના લોકો ફકત પોતાનું જીવન જીવી રહ્યા નથી પરંતુ, આધુનિક ટેકનોલોજી અને સંસાધનોના આધારે સમૃધ્ધિ પણ પ્રાપ્ત કરી રહ્યા છે. રેતીના વિશાળ સમુદ્રોથી ઘેરાયેલા સાઉદી અરેબિયામાં નદીઓ અને તળાવનો અભાવ છે. આ રણ દેશમાં ભારે ગરમી અને ઓછા વરસાદને કારણે કાયમી નદીઓ નથી, પરંતુ, શું આ દેશ પાણી વગર રહી શકે છે…? નદી..સાઉદી અરેબિયા ડિસેલિનશન દ્વારા દરિયાના પાણીને પીવાલાયક બનાવે છે આ ઉપરાંત ભુગર્ભ જળ અને રિસાયકલ પાણીનો ઉપયોગ દૈનિક જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે.

કતાર ખાડી ક્ષેત્રનો નાનો દેશ છે જે રણથી ઘેરાયેલો છે. અહીં વરસાદ ખુબ ઓછો પડે છે તે ડિસેલિનેશન પ્લાન્ટની મદદથી પાણીની અછતને દૂર કરે છે. જ્યારે દુબઇ અને અબુધાબી જેવા વિશ્વવિખ્યાત શહેરો ધરાવતુ યુએસ પણ નદીઓ વિનાનો દેશ છે ત્યારે યુએઈએ તેની આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ વોટર મેનેજમેન્ટથી સાબિત કર્યુ છે કે કુદરતી સંસાધનોની અછતને પહોંચી શકાય છે જ્યારે ખાડી કિનારે આવેલું કુવૈત નદીઓ થી વંચિત છે. તેનો પાણી પુરવઠો ડિસેલિનેશન અને ભુગર્ભ જળ પર આધારિત છે જ્યારે બહેરીન એક નાનો ટાપુ રાષ્ટ્ર જ્યાં કોઇ નદીઓ નથી. તથા ભૂગર્ભ જળના કેટલાંક સ્ત્રોત અને નાના ઝરણા છે પરંતુ, મોટાભાગનું પાણી ડિસેલિનેશન દ્વારા મેળવવામાં આવે છે.

- Advertisement -

માલદિવ્સ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. હિંદ મહાસાગરમાં સ્થિત આ દેશમાં વિશ્ર્વભરના લોકો જાય છે પરંતુ, તેની ભૌગોલિક સ્થિતિ અને છિદ્રાળુ માટીને કારણે અહીં કોઇ કાયમી નદીઓ નથી ત્યારે અહીં પણ ટેકનોલોજીની મદદથી કુદરતી મર્યાદાઓ દુર થાય છે વેટિકન સિટી કે વિશ્વનો સૌથી નાનો દેશ છે. તે પોતાની પાણીની જરૂરિયાત પાડોશી દેશ ઈટાલીથી પાઈપલાઈન દ્વારા પુરી કરે છે. જ્યારે ઓમાનના અખાતી દેશમાં કાયમી નદીઓ નથી પરંતુ, ક્ષણિક નદીઓ કે જે વરસાદ દરમિયાન દેખાય છે તેમ છતાં ઓમાન તેની પાણીની જરૂરિયાત માટે ભૂગર્ભ જળ અને દરિયાઈ પાણી પર આધાર અને દરિયાઈ પાણી પર આધાર રાખે છે અને આમાંથી મોટાભાગના દેશો ડિસેલિનેશન અને જળ સંરક્ષણ વ્યૂહરચનાઓ દેશને પાણીની અછતનો સામનો કરવામાં મદદ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular