કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે રોજ વિદેશથી આવતા લોકો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં સાત દિવસનું કવોરન્ટાઇન પહેલા ફરજીયાત હતું તેને હટાવી દઈને હવે 14 દિવસ સુધી સેલ્ફ મોનીટરિંગની ભલામણ કરી છે. સેલ્ફ મોનિટરિંગ દરમિયાન જો મુસાફરને કોરોનાના લક્ષણો લાગે તો તેઓએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
કોરોણાનું સંક્રમણ ઘટતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા વિદેશથી આવતા યાત્રિકો માટે કોરોનાની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. આ નિયમ 14 ફેબ્રુઆરીથી લાગુ થશે. જે મુજબ હવે વિદેશમાંથી આવવા પર 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન રહેવું જરૂરી નથી. ઉપરાંત જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તેઓએ RT-PCR નેગેટિવ રિપોર્ટ દેખાડવો જરૂરી નથી. ભારતની યાત્રા માટે મુસાફરોએ 72 કલાક પહેલાનો RT-PCR નેગેટિવ રિપોર્ટને અપલોડ કરવો પડશે.
નવી ગાઈડલાઇનમાં ભારતે 82 દેશોને હાઈ રિસ્કની યાદીમાંથી દુર કરી દીધા છે. કે જ્યાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હતું. નવી માર્ગદર્શિકા અનુસાર, જો મુસાફરો તેમના પોતાના આરોગ્ય દેખરેખ હેઠળ કોરોના સંક્રમિત થાય તો તેઓએ નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરવાની રહેશે. મંત્રાલયે અપીલ કરી છે કે કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી. એવામાં તમામે કોરોનાની ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવામાં આવે.