જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને તાવ શરદીની તકલીફ થયા પછી તેનો કોવિડ ટેસ્ટ કરાવાયો હતો, અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી પોલિટેકનિક કોલેજમાં ભારે દોડધામ થઈ છે. જે વિદ્યાર્થીને હોમ આઈસોલેશન માં મૂકી દેવાયો છે. ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ કે જેવો પણ કોઈ કોરોના સંક્રમિત થયા છે કે કેમ? તે જાણવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે, અને જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટૂકડી દ્વારા પોલીટેકનીક કોલેજના અન્ય વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ ની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત એક સપ્તાહ માટે પોલિટેકનિક કોલેજ ને બંધ કરી દઈશ ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં પણ ફેલાતું જતું હોવાથી શિક્ષણ જગતમાં ભારે ચિંતા પ્રસરી છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ 15 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓમાં ઝડપથી પૂર્ણ કરી લેવાય તે માટે દોડધામ કરાઈ રહી છે.