Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં 18 વર્ષની યુવતી સહિત 8 વ્યકિતઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જામનગરમાં 18 વર્ષની યુવતી સહિત 8 વ્યકિતઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જામનગર શહેરમાં કોરોના કાચબા ગતિએ આગળ વધી રહ્યો છે. જો કે, આ વખતે કોરોના વાયરસનું જોર ગત વખત કરતાં નબળું હોવાથી પોઝિટિવ દર્દીઓને મહદઅંશે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જામનગર શહેરમાં ગઇકાલે 24 કલાક દરમ્યાન વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

- Advertisement -

દેશભરમાં વૈશ્વિક કોરોના સંક્રમણ ધીમે ધીમે વકરતું જાય છે. જો કે, આ વખતના કોરોના વાયરસનું જોર ગત્ વખત કરતાં નબળું હોવાથી મોટાભાગના કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. ગુજરાત અને જામનગર શહેરમાં પણ કોરોના સંક્રમણ ક્રમશ: વધી રહ્યું છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં શુક્રવાર સાંજ સુધીમાં કરાયેલા પરિક્ષણો પૈકી 8 વ્યકિતઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ કોવિડ પોઝિટિવ કેસની સંખ્યા 149 થઇ ગઇ છે. 9 દર્દીઓની તબીયત સારી થઇ જતાં રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 106 દર્દીઓને રજા આપવામાં આવી છે. 42 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

જામનગરમાં ગઇકાલે નોંધાયેલા કોરોના પોઝિટીવ કેસમાં કે. પી. શાહ વાડી વિસ્તારમાં રહેતી 18 વરસની યુવતી, તીરૂપતિ પાર્કમાં રહેતી 19 વરસની યુવતી, સોલેરિયમ પાછળના વિસ્તારમાં રહેતી 23 વરસની યુવતી, ગાંધીનગરમાં રહેતા 31 વર્ષના યુવાન, વસંત વાટિકામાં રહેતાં 35 વર્ષના યુવાન તથા સ્વસ્તિક સોસાયટીમાં રહેતી 38 વર્ષીય મહિલા અને એમ. જે. પાર્ક વિસ્તારમાં રહેતા 40 વર્ષના મહિલા તથા પ્રગતિ પાર્કમાં રહેતા 50 વરસના મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular