દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ ચાલુ છે. હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 156 નવા કેસ નોંધાયા છે. તેમજ 733 લોકોના મૃત્યુ થયા છે, આ સાથે જ મૃત્યુઆંક 4 લાખ 56 હજાર 386 થયો છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. અને 733 લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે 13,451કેસ નોંધાયા હતા. હાલ ભારતમાં 1,60,989 એક્ટીવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 31 હજાર 809 કેસ નોંધાયા છે. જેમાંથી 3 કરોડ 36 લાખ 14 હજાર 434 લોકો સાજા થઈ ગયા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાયલે પણ લોકોને સાવચેત કરતાં જણાવ્યું છે કે હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે.