Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં લાંબા સમય બાદ કોરોનાએ દેખા દીધી

જામનગરમાં લાંબા સમય બાદ કોરોનાએ દેખા દીધી

- Advertisement -

ગુજરાત તેમજ દેશના કેટલાક રાજયોમાં ફરી એક વખત કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે જામનગર શહેરમાં પણ લાંબા સમય બાદ કોરોનાએ એન્ટ્રી કરી છે. નવાગામ ઘેડમાં રહેતા એક 42 વર્ષના યુવાનનો કોરોના ટેસ્ટીંગ રિપોર્ટ પોઝિટીવ આવતા આ યુવાનને હાલ તૂર્ત હોમ આઇશોલેશન કરી દેવામાં આવ્યો છે. જયારે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં સર્વે અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે,રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 133 કેસ નોંધાયા છે, આજે વધુ 48 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,66,929 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.08 છે

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 294 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.94.786 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 740 કેસ છે.જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે જયારે 735 દર્દીઓ સ્ટેબલ છે.

- Advertisement -

રાજ્યમાં આજે નવા 133 કેસ નોંધાયા છે,આજે અમદાવાદ કોર્પોરેશનમાં 70 કેસ, મહેસાણામાં 16 કેસ, સુરત કોર્પોરેશનમાં 8 કેસ,રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 6-6 કેસ,રાજકોટમાં 5 કેસ, ભરૂચ અને વલસાડમાં 3-3 કેસ, ભાવનગર કોર્પોરેશન,ગાંધીનગર, પોરબંદર,અને સુરતમાં 2-2 કેસ,અમરેલી, ભાવનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,જામનગર કોર્પોરેશન, મહીસાગર,મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular