ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 2,067 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 4,30,47,594 થઈ ગઈ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા પણ વધીને 12,340 થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર આજે કોરોનાથી 40 લોકોના મોત થયા છે. આ સાથે જ ભારતમાં મૃત્યુઆંક વધીને 5,22,006 થઈ ગયો છે
દેશમાં આજે કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2067 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટીવ કેસ વધીને 12340 થયા છે. છેલ્લા 24 કલાકમાં 40 દર્દીઓના મૃત્યુ થયા છે જે પૈકી કેરળના 34, મહારાષ્ટ્રના ત્રણ અને ઉત્તર પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડમાંથી એક-એક કેસનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી.
અંતે ઉલ્લેખનીય છે કે આજે નોંધાયેલા કેસમાં ગઈકાલે નોંધાયેલા કેસ કરતાં મોટો ઉછાળો આવ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના 1247 કેસ નોંધાયા હતા. તેમાં પણ દેશની રાજધાની દિલ્હીમાં નોંધાઈ રહેલ કોરોનાના આંકડા ચિંતાજનક છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 26% નો ઉછાળો જોવા મળ્યો છે.