Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના રેગિંગ પ્રકરણમાં દોષિતોને સજા

જામનગરના રેગિંગ પ્રકરણમાં દોષિતોને સજા

એન્ટી રેગિંગ કમિટીએ તપાસ બાદ ફિઝીયોથેરાપી કોલેજના 15 સિનિયર વિદ્યાર્થીઓને દોષિ ઠેરવ્યા

- Advertisement -

જામનગરની ફિઝીયોથેરાપી કોલેજમાં 28 જેટલા જુનીયર વિદ્યાર્થીઓ સાથે 15 જેટલા સીનીયર વિદ્યાર્થીઓએ આચરેલા રેગીંગકાંડમાં એન્ટી રેગીંગ કમિટી દ્વારા ભોગ બનનારના નિવેદનો બાદ જવાબદાર તમામ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે.

- Advertisement -

જામનગરની ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગકાંડમાં એન્ટી રેગીંગ કમિટી દ્વારા 15 વિદ્યાર્થીઓ સામે આકરા પગલાં ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ત્રીજા અને ચોથા વર્ષના 6 વિદ્યાર્થીઓને કાયમી માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ અને 8 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે તેમજ 6 વિદ્યાર્થીઓ એક વર્ષ માટે પરીક્ષામાં બેસી શકશે નહીં, જ્યારે તમામ વિદ્યાર્થીઓના પરિણામ જ્યાં સુધી તેમના વર્તનમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી અનામત રાખવામાં આવશે. ઇન્ચાર્જ પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે બોયઝ હોસ્ટેલમાં થયેલા રેગિંગ સંદર્ભે એન્ટી રેગિંગ કમિટી આકરા પાણીએ જોવા મળી હતી અને કુલ 15 વિદ્યાર્થીઓ સામે સજાના ભાગરૂપે જુદા-જુદા આકરાં પગલાં લેવામાં આવ્યાં છે અને 6 વિદ્યાર્થીઓ ને કાયમી માટે સસ્પેન્ડ, જ્યારે 8 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ઉપરાંત 6 વિદ્યાર્થીઓ એક વર્ષ માટે પરીક્ષામાં બેસી શકશે નહીં તથા સજા પામનાર તમામ વિદ્યાર્થીઓના પરીવર્તનમાં સુધારો નહીં આવે ત્યાં સુધી તેઓના પરિણામ અનામત રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે. શિક્ષણ જગતને લાંછન લગાવતી રેગિંગની ઘટનામાં ભોગ બનનારાઓના નિવેદનના આધારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા શુક્રવારે સાંજે ત્ કરેલો રિપોર્ટ સોંપી આપવામાં આવ્યો છે.

- Advertisement -

અને આ રિપોર્ટમાં 15 જેટલા વિદ્યાર્થીઓ ઉપર જુદા જુદા દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે જે અંગેની જાણ તેમના વડીલોને જાણ કરવામાં આવી હતી. ઉપરાંત રેગીંગ કાંડમાં જવાબદાર વિદ્યાર્થી એક વર્ષ માટે કોઇપણ સ્પર્ધાત્મક કે કોન્ફરન્સમાં ભાગ નહીં લઇ શકે. એન્ટી રેગીંગ કમિટી દ્વારા સોંપાયેલા રિપોર્ટ બાદ દંડાત્મક પગલાં લેવામાં આવશે અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કરાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular