જામનગરમાં સાધના કોલોની દુર્ઘટના સ્થળની તેમજ મૃતકોના પરિવારજનોની પ્રદેશ કોંગે્રસ સમિતિના હોદ્ેદારો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તંત્રની બેદરકારીથી આ બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરી હાઉસીંગ બોર્ડ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી.
કોંગે્રસના પ્રદેશ કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા પૂર્વધારાસભ્ય લલીત વસોયા દ્વારા જામનગરના સાધના કોલોની વિસ્તારમાં થયેલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને મૃતકનોને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. કોંગે્રસ અગ્રણીઓએ તંત્રની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરી હાઉસીંગ બોર્ડ સામે ગુનો નોંધવાની પણ માંગ કરી હતી. આ તકે પ્રદેશ કોંગે્રસ મહામંત્રી સહારાબેન મકવાણા, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, જામનગર શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, યુવક કોંગે્રસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, કોર્પોરેટરો અલ્તાફ ખફી, નુરમામદ પલેજા, આનંદ રાઠોડ, કોંગે્રસ અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, પૂર્વ મંત્રી દિનેશભાઈ પરમાર સહિતના સ્થાનિક હોદ્ેદારો-અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.