Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતજામનગર એનસીસી ગ્રુપના નેવી યુનિટ દ્વારા ગાંધીધામમાં ટપર ડેમ ખાતે ‘સરોવર મંથન...

જામનગર એનસીસી ગ્રુપના નેવી યુનિટ દ્વારા ગાંધીધામમાં ટપર ડેમ ખાતે ‘સરોવર મંથન 02’નું સમાપન

5 નવેમ્બર 2023 થી 15 નવેમ્બર 2023 સુધી ચાલેલા આ નૌકાયન અભિયાનનું ફલેગ ઈન, જામનગર એનસીસી ગુ્રપ હેડકવાર્ટરના ગુ્રપ કમાન્ડર કર્નલ એચ કે સિંઘ દ્વારા કરવામાં આવ્યું : અંદાજે 210 કિ.મી. જેટલું અંતર આ અભિયાનમાં સાહસિક ટીમે આવરી લીધું : જેના અંતર્ગત કેડેટ્સ દ્વારા સામાજિક જાગૃત્તિની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવામાં આવ્યો

- Advertisement -

ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એનસીસી ડાયરેકટરના એડીશનલ ડાયરેકટર જનરલ, મેજર જનર રમેશ શનમુગમના નિર્દેશન અનુસાર, જામનગર એનસીસી ગુ્રપ હેડકવાર્ટર દ્વારા ગાંધીધામના ટાયર ડેમ ખાતે સરોવર મંથન 02 નૌકાયન અભિયાન મોસ્ટ MOST ENTERPRISING NAVAL UNIT (MENO) ના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો ઉદેશ્ય એનસીસી કેડેટ્સમાં નેતૃત્વના ગુણો વિકસાવવાનો, સાહસ, અનુશાસન તેમજ ભારતીય નૌસેનાની તાલીમની રસપ્રદ ઝલકનો અનુભવ પ્રદાન કરવાનો હતો.

- Advertisement -

તા. 5 નવેમ્બર 2023થી શરૂ થયેલા આ નૌકાયન અભિયાનનું સમાપન (ફલેગ ઈન) 15 નવેમ્બર 2023 બુધવારના રોજ કરવામાં આવ્યું હતું. ગુજરાત ડાયરેકટર અંતર્ગત આયોજિત આ અભિયાનમાં જામનગર એનસીસી ગુ્રપના બે ઓફિસર્સ, 12 પરમેનન્ટ ઈન્સ્ટ્રકટર્સ અને 75 એનસીસી કેડેટ્સ સામેલ હતાં. પાંચ ગુજરાત નેવલ યુનિટ એનસીસી, ભૂજ દ્વારા સંચાલિત આ અભિયાન 15 નવેમ્બર 2023 ના રોજ જામનગર એનસીસી ગુ્રપના ગુ્રપ કમાન્ડર કર્નલ એચ કે સિંઘ દ્વારા ફલેગ ઈન કરાવવામાં આવ્યું હતું. આ ટીમે અભિયાન અંતર્ગત અંદાજિત 210 કિ.મી. જેટલું અંતર કાપ્યું હતું. આ સાહસિક અભિયાન દરમિયાન કેડેટ્સ દ્વારા સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો – બેટી પઢાઓ વિષયક નુકકડ નાટક, વીર બાલક સ્મારક તથા સ્થાનિક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત તેમજ સ્વાસ્થ્ય જાગૃત્તિનો સંદેશ પ્લાસ્ટિકના ઉપયોગનું નિવારણ વગેરે પ્રવૃત્તિઓ સાંકળી લેવામાં આવી હતી. સ્પર્ધામાં વિજેતા કેડેટસને પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતાં. એનસીસી દ્વારા આ અભિયાન થકી દેશના યુવાધનમાં સમર્પણ અને સાહસના ગુણો ઉજાગર કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular