Wednesday, December 4, 2024
Homeબિઝનેસવર્ષ 2021-22 નું સર્વાંગી વિકાસલક્ષી બજેટ...!!

વર્ષ 2021-22 નું સર્વાંગી વિકાસલક્ષી બજેટ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૨.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૬૨૮૫.૭૭ સામે ૪૬૬૧૭.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૬૪૩૩.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૩૦.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૧૪.૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૬૦૦.૬૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૭૦૯.૧૦ સામે ૧૩૭૮૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૬૯૬.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૦૨.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૮૫.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૩૯૪.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

મોદી સરકારના છેલ્લા ૬ બજેટમાં ૪ વખત ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું છે. ગત વર્ષે બજેટના દિવસે શેરબજાર ૨.૪૩% ઘટાડા સાથે બંધ રહ્યું હતું, જેના વિપરીત આજે ભારતીય શેરબજારોમાં કેન્દ્રીય બજેટથી રોનક સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે બજારે દરેક સેક્ટરમાં પ્રત્યાઘાતી ઘટાડેથી નવી લેવાલી થકી અંદાજીત ૨૩૦૦ પોઈન્ટની તેજી તરફી મુવમેન્ટ આકર્ષક બનાવી હતી. અત્રે એ ઉલ્લખેનીય છે કે આજે વિદેશી સંસ્થાઓ ની વેચવાલી જોવા મળી ના હતી

- Advertisement -

ગત વર્ષે બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ડિસિન્વેસ્ટમેન્ટની મદદથી ૨.૧ લાખ કરોડ રૂપિયા એકઠાં કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો પરંતુ કોરોનાને કારણે મોદી સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસિન્વેસ્ટમેન્ટથી કમાણીના નક્કી કરેલા લક્ષ્યાંકને આંબી શકી ન હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં ડિસિન્વેસ્ટમેન્ટ અંગે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે BPCL, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ જેવી કંપનીઓનું ડિસિન્વેસ્ટમેન્ટ ૨૦૨૨ સુધીમાં થઈ જશે. જ્યારે અન્ય કંપનીઓમાં ડિસિન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. સાથે જ LICનો પણ IPO આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરવામાં આવી હવે વીમા ક્ષેત્રમાં ૭૪% સુધી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટથઈ શકશે. પહેલા અહીં માત્ર ૪૯% સુધીની પરવાનગી હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે રાષ્ટ્રીય રેલ યોજના ૨૦૩૦ તૈયાર થઈ ગઈ છે. કુલ રૂ.૧.૧૦ લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલવેને આપવામાં આવ્યું છે. ભારતીય રેલવે સિવાય મેટ્રો, સિટી બસ સેવાને વધારવા પર ફોકસ કરવામાં આવશે. તેના માટે ૧૮ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર તરફથી આત્મનિર્ભર ભારત પેકેજની ઘણી યોજનાઓ કોરોના કાળમાં દેશમાં લાવવામાં આવી. જેથી અર્થવ્યવસ્થાની ગતિ આગળ વધારી શકાય. સીતારમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત પેકેજમાં કુલ ૨૭.૧ લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી છે. આ તમામ પાંચ મિની બજેટ સમાન હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વખતે બજેટ ડિજિટલ બજેટ છે, તે એવા સમયે આવી રહ્યું છે જ્યારે દેશની જીડીપી સતત બે વખત માઈનસમાં ગઈ છે, જોકે ગ્લોબલ ઈકોનોમિની સાથે પણ આવું જ થયું છે. વર્ષ ૨૦૨૧ ઔતિહાસિક વર્ષ થવા જઈ રહ્યું છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૦૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ ૮.૩૩%, ફાઈનાન્સ ૭.૪૯%, રિયલ્ટી ૬.૬૫%, કેપિટલ ગુડ્સ ૫.૪૮%, મેટલ ૫.૧૯%, ઈન્ડસ્ટ્રિયલ્સ ૪.૮૮%, ઓટો ૪.૨૧%, બેઝિક મટિરિયલ્સ ૪.૧૪%, ટેલિકોમ ૪.૦૭%, કંઝ્યુમર ડ્યુરેબ્લસ ૩.૩૮%, સીડીજીએસ ૩.૨૦%, પાવર ૨.૯૫%, યુટિલિટીઝ ૨.૬૩% અને એનર્જી ૨.૫૭%નો ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં પણ લેવાલી જોવા મળી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૧૩ અને વધનારની સંખ્યા ૧૯૨૮ રહી હતી, ૧૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારી દરમિયાન વી-શેપ રિકવરી સાથે ચાલુ નાણાકીયવર્ષ માટે આર્થિક સર્વેમાં ૭.૭% નેગેટીવ જીડીપી વૃદ્વિના મૂકાયેલા અંદાજ સામે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧૧%નો પોઝિટીવ વૃદ્વિનો અંદાજ મૂકવામાં આવ્યો છે.  આ વખતે કેન્દ્રિય બજેટમાં ઐતિહાસિક પ્રોત્સાહક જોગવાઈઓ રજૂઆત થઈ છે. બજેટ સાથે શેરોમાં તોફાની તેજી પણ જોવાય છે, પરંતુ આ બજેટની જોગવાઈ રજૂ થવાની સાથે સાથે ભારતીય શેરબજાર હજુ ઓવરબોટ ઝોનમાં હોવાથી શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કરવો હજુ કરેકશન અનિવાર્ય હોઈ શેરોમાં ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં હવે ૩,ફેબ્રુઆરીના ભારતી એરટેલના રિઝલ્ટ, ૪, ફેબ્રુઆરીના હીરો મોટોકોર્પ, એચપીસીએલ, એનટીપીસી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો પર નજર રહેશે.

તા.૦૨.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૧.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૩૯૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૪૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૩૬૩ પોઈન્ટ થી ૧૪૩૩૦ પોઈન્ટ ૧૪૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૧.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૪૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૫૩૦ પોઈન્ટના પ્રથમ અને ૩૩૬૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૩૩૦ પોઈન્ટ થી ૩૩૨૬૦ પોઈન્ટ, ૩૩૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૫૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • હીરો મોટોકોર્પ ( ૩૩૦૦ ) :- 2/3 વ્હીલર્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૨૮૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૨૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૧૭ થી રૂ.૩૩૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૩૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૩૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૧૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૪૦ થી રૂ.૧૩૫૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૯૫૧ ) :- રૂ.૯૩૮ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૪ થી રૂ.૯૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • રામકો સિમેન્ટ ( ૮૩૭ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૫૦ થી રૂ.૮૫૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૮૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૬૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક
    ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૮૮ થી રૂ.૪૯૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૩૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૯૦ થી રૂ.૧૮૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૧૩૫ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૨૧ થી રૂ.૧૧૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા સ્ટીલ ( ૬૪૦ ) : આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૫૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૩૩ થી રૂ.૬૨૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૭૫ થી રૂ.૫૬૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ( ૪૩૫ ) :- રૂ.૪૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૨૪ થી રૂ.૪૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૫૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular