Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયબજેટથી ગાંધીનગરમાં દોઢ લાખ નોકરીઓ સર્જાશે: તપન રે

બજેટથી ગાંધીનગરમાં દોઢ લાખ નોકરીઓ સર્જાશે: તપન રે

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ગાંઘીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબને વિકસાવાશે અને એના થકી યુવાઓ માટે આશરે 1.5 લાખ નવી નોકરીની તકો સર્જાશે, એમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2021ની ઘોષણામાં જણાવ્યું છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એ ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે. ગિફ્ટની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC, મલ્ટી-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા એક્સક્લૂસિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદ્રશ્યની રચના છે.

- Advertisement -

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રેએ જણાવ્યું કે, બજેટમાં આજે ગિફ્ટ સિટીમાં ફિનટેક હબ બનવવાની જાહેરાત થઈ છે. આનાથી ફાઇનાન્શિયલ ટેકનોલોજી સાથે સંકડાયેલા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળશે. ગિફ્ટ સિટી ફિનટેક કંપનીઓને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરશે. ફિનટેક હબ રિસર્ચ, ઇનોવેશનને સરળ બનાવશે જે નવી નોકરીની તકો ઊભી કરવામાં મદદ કરશે.

સીતારમણે પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે યુવા પેઢી માટે રોજગારની વધુ ને વધુ તકોનું સર્જન કરવા સરકાર કટિબદ્ધ છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આ માટે વર્લ્ડક્લાસ ફિનટેક હબની રચના કરાશે. આ ફિનટેક હબ દ્વારા વૈશ્વિક તકોને પિછાણીને એના આધારે સ્થાનિક કામગીરી દ્વારા સ્થાનિક સ્તરે રોજગારની નવી તકોનું સર્જન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવામાં આવશે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળની ઊણપને જોતાં નાણામંત્રીએ ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશનની સ્થાપનાની પણ ઘોષણા કરી છે, જેની પાસે રૂ. 27,000 કરોડની મૂડીનું વૈધાનિક સમર્થન રહેશે. આ DFIનું વ્યાવસાયિક રીતે સંચાલન કરાશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે ફાઇનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) સેવા ક્ષેત્રમાં નવા રોકાણના પ્રવાહની અપેક્ષાએ ગુજરાત સરકારે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ફિનટેક પાર્ક ગિફ્ટ સિટી ખાતે નવાં ક્ષેત્રોમાં પણ પ્રદાન કરશે. ફિનટેક સેક્ટરે તાજેતરનાં વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. સિંગાપોર આ નવા માર્કેટ માટે હબ તરીકે ઊપસી આવ્યું છે અને આ પ્રકારનાં જ ટેકનોલોજિકલ ડેવલપમેન્ટ ભારતમાં જોવા મળી રહ્યાં છે.

ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular