અષાઢ સુદ તેરસથી મોરાકત તથા જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો. કુમારિકાઓએ પાંચ દિવસ સુધી વ્રત કરી શિવપાર્વતીજીની પુજાઅર્ચના કરી હતી.
આજે વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ દ્વારા પુજા કરી વ્રતની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. તેમજ આજે સાંજે જાગરણ પણ કરવામાં આવશે. આજે સવારથી જ બાળાઓ સજીધજીને મંદિરે પહોંચી શિવપાર્વતીની પુજા-અર્ચના કરી હતી.