Sunday, October 6, 2024
Homeરાજ્યગુજરાતજામનગર સહીત ગુજરાતની છ મનપાનું સંપૂર્ણ પરિણામ

જામનગર સહીત ગુજરાતની છ મનપાનું સંપૂર્ણ પરિણામ

ગુજરાતની છ મનપામાં ભાજપની 489 સીટો, કોંગ્રેસની 45 સીટો, આમ આદમી પાર્ટીની 27 સીટો, AIMIMની 3 સીટો

- Advertisement -

ગુજરાતની છ મનપાની ચૂંટણીઓ તા.21 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવી હતી. જેના આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસને સુરતમાં સૌથી મોટો ઝાટકો લાગ્યો છે. અહીં કોંગ્રેસની એક પણ સીટ નથી આવી તો આમ આદમી પાર્ટી ત્યાં 27 સીટો જીતીને વિપક્ષ બની ગઈ છે. તો જામનગરમાં પણ બહુજન સમાજવાદી પાર્ટીના એક જ વોર્ડના 3 ઉમેદવારો વિજેતા બન્યા છે. અ બન્ને પાર્ટીઓના પરિણામે ગુજરાતની મનપામાં પરિવર્તન આવ્યું છે.

- Advertisement -

ગુજરાતની 6 મનપાની કુલ 576 બેઠક પૈકી ભાજપની 489, કોંગ્રેસની 46, આમ આદમી પાર્ટીની 27, AIMIMની 7 જયારે અન્યની 5 બેઠકો આવી છે. અમદાવાદની હજુ બે બેઠકોનું પરિણામ બાકી છે.

ગુજરાતની છ મનપામાં ભાજપની 489 સીટો, કોંગ્રેસની 45 સીટો, આમ આદમી પાર્ટીની 27 સીટો, AIMIMની 3 જયારે અન્યની 9 સીટો આવી છે.

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા :

જામનગર મહાનગર પાલિકાની 64 સીટો પૈકી 50 સીટો પર ભાજપનો વિજય, 11 સીટો પર કોંગ્રેસનો વિજય,3 સીટો પર બહુજન સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.આ સાથે જ ભાજપ સત્તામાં આવી ગયું છે.

- Advertisement -

ભાવનગર મહાનગર પાલિકા: 

ભાવનગર મહાનગર પાલિકાની 52 સીટો પૈકી 44 સીટો પર ભાજપ જ્યારે 8 સીટો પર કોંગ્રેસનો વિજય થયો છે. આ સાથે જ ભાજપ અહીં સત્તામાં આવ્યું છે.

રાજકોટ મહાનગર પાલિકા :

રાજકોટ મહાનગર પાલિકાની 72 સીટો પૈકી 68 સીટો પર ભાજપનો વિજય થયો છે. જયારે કોંગ્રેસની માત્ર 4 જ સીટો આવી છે. અને ભાજપ સત્તામાં આવ્યું છે.

વડોદરા મહાનગર પાલિકા:

વડોદરા મહાનગર પાલિકાની 76 સીટો પૈકી 69 સીટો પર ભાજપનો વિજય થયો છે જયારે 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. અહિયાં પર ભાજપ સત્તામાં આવ્યું છે.

સુરત મહાનગર પાલિકા :

સુરત મહાનગર પાલિકાની 120 બેઠકો પૈકી 93 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જયારે પ્રથમ વખત આમ આદમી પાર્ટીની 27 સીટો આવતા મોટો ઉલટફેર થયો છે. કારણકે કોંગ્રેસની અહીં એક પણ સીટ આવી નથી. માટે સુરતમાં ભાજપ સત્તામાં આવ્યું છે. ત્યારે અમ આદમી પાર્ટી વિપક્ષ બની છે. ગુજરાતની આ પ્રથમ મનપા એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી વિપક્ષ બન્યું છે.

અમદાવાદ મહાનગર પાલિકા

અમદાવાદની 189 બેઠકો પૈકી ભાજપનો 165 બેઠક પર ભવ્ય વિજય થયો છે. ત્યારે કોંગ્રેસની 16 બેઠકો જયારે અન્યની 9 બેઠકો આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular