Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરનિષ્ઠુર જનેતા... બાળકને જન્મ આપી માતાએ નવજાતને ત્યજી દેતા ફરિયાદ

નિષ્ઠુર જનેતા… બાળકને જન્મ આપી માતાએ નવજાતને ત્યજી દેતા ફરિયાદ

ભાણવડ તાલુકાના જામપર ગામે એક માસુમ બાળક મળી આવતા તાજા જન્મેલા આ બાળકને ત્યજી દેનારી માતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના જામપર ગામે શનિવારે એક વિસ્તારમાં વોંકરાની ઝાળી-ઝાંખરા વચ્ચે એક બાળક પડ્યું હોવાની જાણ સ્થાનિકોને થતા આ અંગે સ્થાનિક પોલીસને માહિતગાર કરવામાં આવી હતી. આ સ્થળે પોલીસે જઈને જોતા અહીં તાજુ જન્મેલું એક બાળક પડ્યું હતું. તેથી સ્થાનિકોના સહકારથી પોલીસે આ નવજાત બાળકનો કબ્જો મેળવી, તેને હોસ્પિટલમાં ખસેડ્યું હતું. કોઈ મહિલાએ પોતાના બાળકનો જન્મ છુપાવવા માટે તાજુ જન્મેલું બાળક ખુલ્લામાં ત્યજી દેતા આ અંગેની ફરિયાદ જામપર ગામના રામભાઈ કરસનભાઈ ભાટીયા એ ભાણવડ પોલીસમાં નોંધાવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 317 મુજબ ગુનો નોંધી, બિનવારસુ રીતે મળેલા આ બાળકના માતાની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular