Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સામાન્ય બાબતે મારામારી થતાં સામસામી ફરિયાદ

જામનગરમાં સામાન્ય બાબતે મારામારી થતાં સામસામી ફરિયાદ

પોલીસ દ્વારા બન્ને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ

જામનગરમાં ભીમવાસ વિસ્તાર રેલ્વે કોલોની નજીક સામાન્ય બાબતમાં માથાકુટ થતાં મુઢમાર મારી ધમકી આપ્યાની સામસામી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસે ભીમવાસ શેરી નં.2માં રહેતા મનીષ ધરમશીભાઇ ગોહિલ તથા તેમના મિત્ર ભરત વ્યાસ અને આરોપીઓ તા.11ના રાત્રીના સમયે રેલવે કોલોની પાસે બેઠા હતાં. ત્યારે આરોપી મેહુલ વાઘેલાએ ફરિયાદીને અપશબ્દો બોલતા ફરિયાદીએ અપશબ્દો બોલવાની ના પાડતા આરોપી મેહુલે ફોન કરીને અનિલ વાઘેલા ઉર્ફે લાલો તથા જયેશ વાઘેલા ઉર્ફે જયલો નામના બે શખ્સોને બોલાવી લીધા હતાં. આ શખ્સોએ લાકડાના ધોકા વડે આવી ફરિયાદીને માર માર્યો હતો. આ દરમિયાન માણસો ભેગા થઇ જતાં ફરિયાદી તેમના બહેનના ઘરે ચાલ્યા ગયા હતાં. આથી આરોપીઓ જતા જતાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મનીષભાઇ દ્વારા મેહુલ વાઘેલા, અનીલ વાઘેલા ઉર્ફે લાલો તથા જયેશ વાઘેલા ઉર્ફે જયલો નામના ત્રણ શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે ભીમવાસ શેરી નં.1માં રહેતા મેહુલ દિનેશભાઇ વાઘેલાએ પણ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ફરિયાદી તથા તેના મિત્ર ભરત વ્યાસ અને આરોપી સાથે બેઠા હતાં ત્યારે આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે તને સેનો પાવર છે જેથી ફરિયાદીએ આરોપીને કહ્યું હતું કે મને કોઇ પાવર નથી જેથી આરોપી ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને કહ્યું હતું. કે મારી સામે કેમ બોલે છે? તેમ કહી મુઢ માર માર્યો હતો અને ફરિયાદીએ તેના મોટાબાપુના દિકરા અનીલભાઇને બોલાવતા આરોપીએ તેને પણ ધકકો મારતા માથાના ભાગે ઇજા પહોંચી હતી. તથા અપશબ્દો બોલી જતાં જતાં ફરિયાદીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સીટી બી પોલીસ દ્વારા બન્ને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular