Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકામાં ઝુંપડપટ્ટી ઉભી કરી દેતા 10 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

દ્વારકામાં ઝુંપડપટ્ટી ઉભી કરી દેતા 10 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

વિપ્ર પ્રૌઢની વડીલોપાર્જીત મિલ્કત ઉપર કબ્જો : કાચા-પાકા ઝુંપડા બનાવી નાખ્યા

- Advertisement -

દ્વારકામાં રહેતા એક બ્રાહ્મણ આધેડની કિંમતી જમીન ઉપર કાચા-પાકા ઝુંપડાઓ અને મકાનો બનાવી, જમીન પચાવી પાડવા સબબ કુલ દસ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાની મધ્યમાં સરકારી પુરવઠા ગોડાઉન પાસે જમીન ધરાવતા નીતિનભાઈ પ્રાણજીવનભાઈ ત્રિવેદી નામના 50 વર્ષના બ્રાહ્મણ આસામીની વડીલોપાર્જીત મિલકત પર છેલ્લા થોડા સમય ગાળા દરમ્યાન જુદા-જુદા સમયે નાના-મોટા, કાચા-પાકા ઝુંપડાઓ બાંધી અને મંજૂરી વગર દસ જેટલા પરિવારોએ વસવાટ કરવાનો પ્રારંભ કરી દીધો છે. આ અંગે ઝુંપડા બનાવીને મંજૂરી વગર રહી અને જમીન ઉપર કબજો લઈ લેવા સબબ લાલચંદ કિશનભાઇ કોળી, ભના બચુભાઈ વાંઝા, રાધાબેન સમજુભાઈ કોળી, કિશન ભનુભાઈ વાંઝા, શ્રવણ સોનિયાભાઈ કોળી, વિજય સ્વરૂપલાલ ચૌહાણ, ગજા સ્વરૂપલાલ ચૌહાણ, રામદે ગજાભાઈ ચૌહાણ અને ફકીર જેઠાભાઇ બાવરી નામના નવ શખ્સોએ કાચા-પાકા ઝુંપડા તથા નિતીન મેઘજીભાઈ અસવાર નામના શખ્સે પાકુ મકાન બનાવી, જમીન ખેતી અને ખેતી કામ કરવા લાગ્યા હતા.

- Advertisement -


આ સમગ્ર પ્રકરણમાં કુલ દસ શખ્સો સામે વિપ્ર આસામીની જમીન પચાવી પાડવા બદલ દ્વારકા પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આગળની તપાસ ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular