Sunday, March 30, 2025
Homeરાજ્યજામનગરચાર શખ્સો દ્વારા ધ્રોલ યાર્ડ પાસે યુવાનને માર માર્યાની ફરિયાદ

ચાર શખ્સો દ્વારા ધ્રોલ યાર્ડ પાસે યુવાનને માર માર્યાની ફરિયાદ

બેરાજા ગામમાં સરબત બાબતે પૂછતા બે શખ્સો દ્વારા વેપારીને ધમકી : કિશાન ચોકમાં રહેતાં યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા લોખંડના પાઈપ વડે હુમલો

ધ્રોલના ફુલવાડી રોડ પર રહેતાં યુવાન ઉપર યુવતી સહિત ચાર શખ્સો દ્વારા માર મારી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. બેરાજા ગામમાં રહેતાં પ્રૌઢ ઉપર સરબતમાં બરફ બાબતે પૂછતા વેપારીને અપશબ્દો બોલી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરી માર માર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ ધ્રોલ ફુલવાડી રોડ પર રહેતાં ભાગ્યદીપ મણીલાલ શ્રીમાળી (ઉ.વ.20) નામના યુવાને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદીના મોટા ભાઈ કરણભાઇ સાથે એકાદ મહિના પૂર્વે રાજકોટ માધાપર ચોકડી પાસે કરણ મુકેશભાઈ મકવાણાએ ઝઘડો કર્યો હોય. જે બાબતે ફરિયાદીના મોટાભાઈ કરણભાઈએ મુંજકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાબતનો મનદુ:ખ રાખી કરણ મુકેશ મકવાણા, મમતાબેન મુકેશ મકવાણા, કરણ મકવાણાના બહેન-બનેવી સહિત ચાર શખ્સો એ ફરિયાદીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ અંગે ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, બેરાજા ગામે રહેતાં અને વેપારી એવા તુલસીભાઇ ભીખાભાઈ મોલિયા નામના પ્રૌઢ ગત તા.22 ના રોજ બેરાજા ગામમાં આવેલી ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર્સ ખાતે હતા ત્યારે એક કાળા કલરની થાર કારમાં દિલીપસિંહ ગગુભા તથા રાજદિપભાઈ નામના બે શખ્સો આવ્યા હતાં અને સરબત માંગ્યો હતો જેથી ફરિયાદીએ બરફ બાબતે પૂછતા બન્ને શખ્સો ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે તુલસીભાઈ દ્વારા પંચ એ ડીવીઝનમાં દિલીપસિંહ તથા રાજદિપભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગર શહેરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કામ કરતા હુશેનભાઈ ગફારભાઈ ખફી નામના યુવાન તા.22 ના રોજ ગોદળિયાવાસ નજીકથી જતા હોય ત્યારે રમેશ ભીખા ચોરાસીયા, ભરત રમેશ ચોરાસીયા, વિશાલ ચોરાસીયા તથા રમેશનો દિકરો સહિત ચાર શખ્સોએ ફરિયાદીને લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular