ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા ભરતભાઈ વજશીભાઈ ગોજીયા નામના 32 વર્ષના આહીર યુવાનને બાબુ ભોજા ગોજીયા નામના શખ્સે ફરિયાદી ભરતભાઈની બાઈક આડે પોતાની કાર અથડાવી બાઈકમાં નુકસાની કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આરોપી શખ્સ પશુની હેરફેરનો ધંધો કરતો હોય અને તેના વાહનને પોલીસ પકડી લેતી હોય, તે વાહન ફરિયાદી ભરતભાઈ પોલીસ પાસે પકડાવી દેતા હોવાનો ખાર રાખી આ બનાવ બન્યો હોવાનું ભરતભાઈ ગોજીયાની ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 337, 427, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.