ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા વૃધ્ધ મોટા પુત્રને કામ ધંધો કરવાનું કહેતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતા ઉપર લાકાડના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ ખંભાળિયામાં ધરમપુર વિસ્તારમાં બેડીયા વાડી ખાતે રહેતા ભોજાભાઈ દેવાણંદભાઈ કારીયા નામના 83 વર્ષના ગઢવી વૃદ્ધના બે પુત્રો પૈકી મોટો પુત્ર ભારો કંઈ કામ ધંધો ન કરતો હોવાથી તેમણે પોતાના પુત્ર ભારાને કામ ધંધો કરવાનો કહેતા આ બાબતથી ઉશ્કેરાયેલા ભારા ભોજાભાઈ કારીયાએ પોતાના પિતા ભોજાભાઈને લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.