જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાં રહેતી યુવતીને તેણીના લગ્નજીવન દરમિયાન પતિ દ્વારા અવાર-નવાર અપશબ્દો બોલી શારીરિક માનસિક ત્રાસ આપી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ધરારનગર 1 વિસ્તારમાં સલીમ બાપુના મદ્રેસા પાસે રહેતા મુળ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના લાકરાજી ગામના વતની આસ્માબેન ખલીફા (ઉ.વ.23) નામની યુવતીને તેણીના પતિ અબ્દુલ કાદર ખલીફાને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હોવાથી લગ્નજીવન દરમિયાન પત્ની આસ્માબેનને અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપી અપશબ્દો બોલી ઝઘડા કરતો હતો. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. પતિ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે અબ્દુલ ખલીફા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.