ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સાહિસ્તાબેન મહેબુબભાઈ અનવર કારા નામના 25 વર્ષના મુસ્લિમ મહિલા કે જેઓ હાલ સગર્ભા હોય, તેમના ઘર નજીક લગ્ન પ્રસંગ હોવાથી જાનૈયાઓ દ્વારા મોડી રાત્રીના સમયે વધુ પડતા અવાજથી ડી.જે. માઈક વગાડવામાં આવી રહ્યું હતું. જેથી નજીકમાં રહેતા સાહિસ્તાબેન કારાને તકલીફ થતી હોવાથી આ અંગે તેમના સંબંધી સાહેદ અનવરભાઈ કારા દ્વારા માઈક ધીમું વગાડવાનું કહેતાં અનવર અલી ગજણ, મુસ્તુફા અનવર ગજણ, મહેબૂબ અનવર ગજણ અને હુસેન આલી ગજણ નામના ચાર શખ્સોએ ઉશ્કેરાઈને એક સંપ કરી, સાહિસ્તાબેનને મૂઢ ઈજાઓ પહોંચાડ્યાની તથા તેમના પરિવારોને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ સલાયા પોલીસે ચારેય શખસો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.