ઓખા મંડળના મીઠાપુર તાબેના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની આશરે 17 વર્ષની સગીર પુત્રીને ભીમરાણા ગામનો હેમરાજ રણજીતભા નાયાણી નામનો શખ્સ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી પરિવારજનોના વાલીપાણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના માતા દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. સી.એલ. દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે.