મોટી માટલી ગામથી મતવા મોડપર ગામ તરફ જવાના રસ્તે સપ્તાહ પૂર્વે થયેલ અકસ્માતમાં એક મોટરકાર સળગી ઉઠી હતી આ કેસમાં એક કારના ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જામનગરના નવાગામ ઘેડ ગોપાલચોકમાં રહેતાં અર્જુનસિંહ નારુભા જાડેજા દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જીજે-10-ડીએ-9214 નંબરના મોટરકારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત તા. 4-10-2024 ના રોજ સાંજના સમયે મોટી માટલીથી મતવા મોડપર ગામ તરફના હાઈવે રોડ પર આવેલ પેટ્રોલપંપના સામેના ભાગે આઈ-20 કારના ચાલકે પોતાની કાર બેફીકરાઇથી અને ગફલતભરી રીતે રોંગસાઈડમાં ચલાવી ફરિયાદીની જીજે-10-ડીએ-6924 નંબર સાથે અકસ્માત કરી અર્જુનસિંહને ગોઠણના ભાગે ફેકચર જેવી ઈજા પહોંચાડી હતી તેમજ સાહેદ છત્રપાલસિંહને પણ નાકના ભાગે ઈજા પહોંચાડી હતી. આ અકસ્માતમાં ફરિયાદીની કાર સળગી જતા આ અંગે જીજે-10-ડીએ-9214 નંબરના મોટરકારચાલક વિરૂધ્ધ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.