જામનગર શહેરના ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલપંપ પાસે રહેતા આધેડે ગઈકાલના રોજ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. અન્ય બનાવ જેમાં ભાટિયાની એક યુવતીએ કોઈ કારણોસર પોતાનાઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ બન્ને મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરશહેરના ગુલાબનગર વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલપંપ પાસે આદિત્યપાર્કમાં રહેતા અશોકભાઈ નાથાભાઈ સચોટ (ઉ.વ.40) નામના આધેડે અગમ્ય કારણોસર ગઈકાલના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ અંગે મૃતક અશોકભાઈના પત્ની હંસાબેને સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય બનાવ જેમાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતી મનીષાબેન નારણભાઈ માતંગ નામની 24 વર્ષીય યુવતીએ ગઈકાલના રોજ કોઈ કારણોસર પોતાના રૂમમાં પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ મુકેશભાઈએ કલ્યાણપુર પોલીસને કરી છે.