જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેળા મહોત્સવ 2023માં મનપાના કમિશનર ડી. એન. મોદી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, આ મુલાકાત દરમિયાન તેઓએ મેળામાં સંપૂર્ણપણે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિરીક્ષણ કર્યું હતું.
ગાર્બેજ કલેક્શન વિભાગને સૂચનો આપ્યા હતા. ઉપરાંત મેળા મહોત્સવમાં ખાણીપીણી ના સ્ટોલ ધારકોને પણ આસપાસના વિસ્તારમાં ગંદકીના ફેલાય તે સહિતની સૂચનાઓ આપ્યા હતા. મેળા માં સમગ્રપણે સ્વચ્છતા જળવાઈ રહે અને આસપાસના વિસ્તારમાં કોઈપણ પ્રકારના દબાણો ન થાય તેની તકેદારી રાખવા એસ્ટેટ વિભાગને સૂચનો આપ્યા હતા. આ તકે નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્રનોઈ, સોલિડ વેસ્ટ અધિકારી મુકેશભાઈ વરણવા, એસ્ટેટના નાયબ ઈજનેર નિતીનભાઈ દીક્ષિત, સુનિલભાઈ ભાનુશાળી સહિતના મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.