જામનગરની કુવરબાઇ જૈન ધર્મશાળામાં ત્રણ દિવસના નેચરોપેથી અને યોગાના રાષ્ટ્રીય સેમિનારનો આજથી પ્રારંભ થયો છે. તા. 28 મે થી 30 મે સુધી સૂર્યા ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન તથા લીલાવંતી નેચર એન્ડ યોગા રિસર્ચ સેન્ટર જામનગર દ્વારા આયોજિત આ સેમિનારમાં જુદા જુદા વક્તાઓ દ્વારા નેચરોપથી અને યોગ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
નેચરોપેથી અંગે લોકો વધા2ે માહિતગાર થાય તે માટે લીલાવતી નેચરક્યોર અને યોગ રીસર્ચ સેન્ટર-લાખાબાવળ, ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન તથા સુર્યા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તેમજ ગુજરાત યોગ બોર્ડ, રાજય સરકાર અને આયુષ મંત્રાલય કેન્દ્ર સરકારના સહયોગથી એક નેશનલ સેમિનાર ઓન નેચરોપેથી એન્ડ યોગનું આયોજન તા. 28 તથા 29 મે ના રોજ કુંવરબાઈ જૈન ધર્મશાળા, જામનગર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્ય (વર્ચ્યુઅલી), ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, રાજયકક્ષાના મંત્રી, આયુષ મંત્રાલય, મહીલા અને બાળ કલ્યાણ કેન્દ્ર સરકાર, રૂષિકેશ પટેલ -મંત્રી સ્વાસ્થ્ય અને કુટુંંબ કલ્યાણ, ગુજરાત સરકાર, શીશપાલ રાજપુત – ચેરમેન-ગુજરાત યોગ બોર્ડ-ગુજરાત સરકાર, ડો. વલ્લભભાઈ કથીરીયા – પ્રમુખ-નેશનલ કમીશન ફોર કામધેનુ- કેન્દ્ર સરકાર, રાઘવજીભાઈ પટેલ- મંત્રી ખેતી અને પશુપાલન, સંસદસભ્ય પુનમબેન માડમ, ધારાસભ્ય ધરર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ડો. જયેશભાઈ પરમાર-ડાયરેકટર-આયુષ ગુજરાત સરકાર વગેરે મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનાં છે.
આ ઉપરાંત આ સેમીનારમાં દેશના જુદા જુદા વિસ્તારમાંથી આવનાર વક્તાઓ નેચરોપેથી અને યોગ વિશે માર્ગદર્શન આપનાર છે. સેમિનારના ત્રીજા દિવસે એટલે કે તા.30 મેના રોજ તમામ લોકોને લાખાબાવળ લીલાવતી નેચરક્યોર અને યોગ રીસર્ચ સેન્ટર ખાતે મુલાકાતે લઈ જવામાં આવશે તથા ત્યાં નેચરોપેથી ટ્રીટમેન્ટ તથા સેન્ટરની વિગતવાર માહિતી આપવામાં આવશે.