બે વર્ષના અંતરાલ બાદ આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. જમ્મુ કાશ્મીરના રાજયપાલ મનોજ સિન્હાએ ગઇકાલે યાત્રાળુઓના પ્રથમ જથ્થાને વિદાય આપી હતી. આતંકી હુમલાની દહેશતને પગલે યાત્રાના માર્ગ પર સુરક્ષાદળો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ થયા બાદ પ્રથમ વખત આ યાત્રા યોજાઇ રહી છે. આજથી પ્રારંભ થયેલી યાત્રા 43 દિવસ એટલે કે, આગામી 11 ઓગષ્ટ સુધી ચાલશે. યાત્રાળુઓનો પ્રથમ જથ્થો આજે પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરશે.
યાત્રાળુઓના બચાવ માટે પ્રથમ વખત કેન્દ્રની 350 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સીએપીએફના 40 હજારથી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન, સીસીટીવી કેમેરા દ્વારા યાત્રા પર નજર રખાઈ રહી છે. ઉપરાજયપાલ મનોજ સિંહાએ બધા શિવભકતોને યાત્રામાં જોડાયેલા ભકતોને અભિનંદન આપી વિદાય આપી હતી.