Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયવિવાદમાં અલ્પવિરામ, ભારત અને ચીન હવે શાંતિ અને સ્થિરતા મુદ્દે હોટલાઇન પર...

વિવાદમાં અલ્પવિરામ, ભારત અને ચીન હવે શાંતિ અને સ્થિરતા મુદ્દે હોટલાઇન પર વાતો કરશે

- Advertisement -

ભારત અને ચીનના વિદેશ પ્રધાનોએ પૂર્વ લડાખમાં ખરેખર અંકુશ હરોળ- એલએસી- ઉપરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને શાંતિ અને સ્થિરતાની પુન: સ્થાપના માટે નિરધાર વ્યકત કર્યો હતો. પેંગોંગ તળાવ પરથી લશ્કરી ટુકડીઓ હટાવી લેવા અને બંને દેશ વચ્ચે દ્વિપક્ષી સંબંધો અંગે આ મંત્રણા ટેલીફોન કોલ ઉપર કરવામાં આવી હતી.

- Advertisement -

75 મિનિટ સુધી ચાલેલી આ ટેલીફોનીક કોલ ઉપરની ચર્ચા દરમ્યાન ભારતના વિદેશી બાબતોના પ્રધાન એસ. જયશંકરે 2020ના સપ્ટેમ્બરમાં મોસ્કો ખાતે ચીનના વિદેશ પ્રધાન વાંચ પી સાથે યોજાયેલી બેઠકનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ભારતે ચીન દ્વારા થયેલા ઉશ્કેરણીજનક પગલાનો ઉલ્લેખ કર્યો હતો. જયશંકરે જણાવ્યું હતું કે, આવા પ્રયાસોથી સંબંધો ઉપર નુકશાનકારક અસર પડે છે. તેમણે વધુમાં એ વાત ઉપર ભાર મુકયો હતો કે બંને દેશોએ પૂર્વ લડાખમાં એલએસી ઉપરના બાકી રહેતા પ્રશ્ર્નોનું તાત્કાલિક નિવારણ લાવવું જોઇએ. એક વખત ઘર્ષણના સ્થાન ઉપરથી તમામ સૈન્ય પાછા ખેંચાઇ જાય પછી બંને પક્ષ આ વિસ્તારમાંથી લશ્કરી દળો હટાવવાની ચર્ચા કરી શકે અને શાંતિ અને સ્થિરતાની પુન: સ્થાપનાની દિશામાં કામ કરી શકે.

જયશંકરે એ બાબત ઉપર ભાર મૂકયો કે બંને પક્ષોએ સરહદી વિસ્તારમાં શાંતિ જાળવવા માટે સંમતિ આપી છે અને તે બાબત દ્વિપક્ષી સંબંધોના વિકાસ માટે મહત્વનો પાયો છે. બંને દેશો એલએસી ઉપરના બાકીના અન્ય પ્રશ્ર્નો અંગે વહેલી તકે ચર્ચા કરી ઉકેલ લાવે તે મહત્વની બાબત છે. અને ઘર્ષણના તમામ પોઇન્ટ ઉપરથી લશ્કર હટાવવું જરૂરી છે.

- Advertisement -

સામા પક્ષે ચીનના વિદેશ પ્રધાન વાંગ બીએ અત્યાર સુધી થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાની પુન: સ્થાપના માટે આ સાચી દિશામાં લેવાતું પગલું છે. બંને પ્રધાનોએ એકબીજાના સંપર્કમાં રહેવા અને હોટલાઇન સ્થાપવા માટે સંમતિ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular