Saturday, February 22, 2025
Homeરાજ્યજામનગરમોંઘવારી સામે સિક્કા સજ્જડ બંધ

મોંઘવારી સામે સિક્કા સજ્જડ બંધ

- Advertisement -

મોંઘવારી-બેરોજગારી મુદ્દે કોંગ્રેસના રાજ્ય બંધના અનુસંધાને સિક્કાના વેપારીઓએ આજે સજ્જડ બંધ પાડી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. આજરોજ જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીઆની આગેવાનીમાં તા. 10 સપ્ટેમ્બરના કોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી, બેરોજગારી અને ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના કાળા કારોબારના વિરૂધ્ધ ગુજરાત બંધમાં સૌ ને સાથે જોડાવવા અપીલ કરી આ તકે તમામ વ્યાપરીઓ એ ખુબજ સારો પ્રતિસાદ આપ્યો અને વ્યાપાર ધંધો બંધ રાખી સૌ સાથે જોડાયા, જેમાં સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ કરી પોલીસ દ્વારા બધા ની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં જામનગર વિધાનસભાના પ્રભારી ચિરાગસિંગ, ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઈ પલેજા, સિક્કા શહેર પ્રમુખ અસગરભાઈ સુમભાણીયા, જિલ્લા ઉપપ્રમુખ દાઉદભાઇ, જિલ્લા મહામંત્રી ચેતનભાઈ, માલધારી સેલના પ્રમુખ બાલુભાઈ લુણા, ગિરિરાજસિંહ, પ્રભાતભાઈ જાટીયા, અમિત સોનગ્રા, અસગરભાઈ દાઉદભાઈ, વાલજીભાઈ વ્યાસ, હુણભાઈ મોડા, જૂનસભાઈ ખેડુ, અબુકરભાઈ, સલીમભાઈ ખેડુ, અકબરભાઈ, આમીનભાઈ પાલની તથા જિલ્લા કોંગ્રેસ અને સિક્કા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો સાથે જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular