જીવનની ખરાબ દશા પલ્ટીને સુખ-શાંતિ આપનાર દશામાઁના વ્રતનું ગઇકાલે દશમાં દિવસે સમાપન થયું હતું. દશામાઁના વ્રત નિમિત્તે જામનગરમાં દશ દિવસ સુધી ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. બહેનોએ દશ દિવસ સુધી વ્રતની સાથે દશામાઁ રાસ-ગરબા, ભજન-પૂજા, આરતી સહિતના કાર્યક્રમો કર્યા બાદ ગઇકાલે રાત્રી જાગરણ કરી દશામાઁના વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. આજે સવારે દશામાઁની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મૂર્તિ વિસર્જન માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ વિશેષ તૈયારી કરાઇ હતી. લાખોટા તળાવ ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા ટ્રેકટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મૂર્તિઓ એકત્ર કરી જામ્યુકો તેનું વિધિવત્ રીતે વિસર્જન કરશે.