જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વીપર મશીન મારફત શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની સફાઇ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બુધવારે સાત રસ્તાથી સુમૈર ક્લબ રોડ થઈ પવન ચક્કી સુધી, પવન ચક્કી રોડથી લાલપુર બાયપાસ સુધી, સાત રસ્તાથી જકાતનાકા સુધી, અંબર સર્કલ પી.એન. માર્ગ થઈ પંચવટી સુધી, પથિકાશ્રમ ડેન્ટલ હોસ્પિટલ રોડ, પાયલોટ બંગલાથી સરુસેક્શન રોડ થઈ પંચવટી સુધી, અંબર સર્કલથી વિક્ટોરિયા બ્રીજ થઈ ગુલાબનગર એન્ટ્રી પોઇન્ટ સુઘી, રાજપાર્ક રોડથી નુરી ચોકડી થઈ મહાપ્રભુજી બેઠક સુધી તેમજ ગઈકાલે બ્રૂકબોન્ડ ગ્રાઉન્ડ રોડ, એમ.પી. શાહ ઉદ્યોગનગર, ડોમિનોઝથી જોગર્સ પાર્ક રોડ, ટાઉનહોલ ગૌરવપથ રોડ થઈ સાત રસ્તા, સાત રસ્તાથી દિગજમ સર્કલ સુધી, દિગજામ સર્કલથી ઓવર બ્રીજ થઈ સમર્પણ સર્કલ સુધી, મહાકાળી સર્કલથી એરફોર્સ ગેઇટ સુધી, સત્યમ કોલોની રોડથી અન્ડરબ્રીજ થઈ સમર્પણ સર્કલ સુધી, માલધારી હોટલથી એમ્યુઝમેન્ટ પાર્ક 80 ફૂટ રોડ સહિતના વિસ્તારોમાં માર્ગોની સફાઈ કરવામાં આવી હતી.