Thursday, July 2, 2026
Homeરાજ્યજામનગર"નો હોકિંગ ઝોન” અમલવારીને લઇ બર્ધન ચોકમાં એસ્ટેટ વિભાગ અને વેપારીઓ વચ્ચે...

“નો હોકિંગ ઝોન” અમલવારીને લઇ બર્ધન ચોકમાં એસ્ટેટ વિભાગ અને વેપારીઓ વચ્ચે બબાલ – VIDEO

જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં નો હોકિંગ ઝોનની અમલવારી માટે બુધવારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ બર્ધન ચોકમાં પહોંચી હતી. આ દરમિયાન પાથરણાવાળા, લારીવાળા, વેપારીઓ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં હોબાળો સર્જાયો હતો.

- Advertisement -

બર્ધનચોક વિસ્તારમાં નો હોકિંગ ઝોનની અમલવારી વખતે આવી સ્થિતિ વારંવાર સર્જાતી રહે છે. પાથરણા કરનારાઓ પોતાના ધંધા રોજગાર બચાવવાની માંગ સાથે વિરોધ નોંધાવે છે. જ્યારે એસ્ટેટ વિભાગ નિયમોનું પાલન કરાવવા માટે કાર્યવાહી કરે છે.

- Advertisement -

આ ઘટનાને પગલે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જો કે, બાદમાં સ્થિતિ નિયંત્રણમાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular