જામનગર શહેરનો ઇતિહાસ નાગમતી – રંગમતી નદીના કિનારા સાથે સંકળાયેલ રહ્યો છે. રાજકોટ તરફ થી આવતા શહેરમાં પ્રવેશ પૂર્વે આ નદી પસાર થઇ રહી છે. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયાં, સ્ટે.કમિટી અધ્યક્ષ નિલેશ કગથરા, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા સહીતની જહેમત થી જામનગર રિવરફ્રન્ટ માટે કુલ 100 કરોડનો પ્રોજેક્ટ સહકાર બન્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ તેના સર્વેની કામગીરી શરૂ કરવાં આવેલ છે એક રીતે કહીયે તો ટેક્નિકલી પ્રોજેક્ટના શ્રી ગણેશાય નમ: કરવામાં આવેલ છે.
જામનગર નાગમતી – રંગમતી નદી કિનારે રિવર ફ્રન્ટ જામનગરને નવી ઓળખ આપશે, તો નદી આગવું આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે, નદી કિનારે થયેલ દબાણો દૂર થતા પાણી પ્રવાહમાં થતા વિઘ્નો દૂર થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ કાંકરિયા રિવર ફ્રન્ટ એ અમદાવાદ ને એક નવી ઓળખ આપી છે, તેવી જ રીતે જામનગર રિવર ફ્રન્ટ જામનગર શહેરને નવી ઓળખ પ્રદાન કરશે. જામનગર લાખોટા લાઈક પ્રોજેક્ટ, લાખોટા કિલ્લા પ્રોજેક્ટ પછી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જામનગર ને નવીન ઓળખ અપાવશે. સૌરાષ્ટ્ર નું પેરિસ ગણાતું જામનગર શહેર ટુરિઝમ દ્રષ્ટિએ પણ આકર્ષણ નું કેન્દ્ર બનશે.
વર્ષ 2012 દરમિયાન તત્કાલીન સાંસદ, ધારાસભ્યઓ દ્વારા આ રિવર ફ્રન્ટ માટે દરખાસ્ત મૂકવામાં આવેલ, ફરી વર્ષ 2023 દરમિયાન સાસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, દ્વારા રિવર ફ્રન્ટ બાબતે દરખાસ્ત મૂકવામાં આવેલ, ગત ચોમાસા દરમિયાન માનનીય મુખ્યમંત્રી ની વોર્ડ નં 2 ની મુલાકાત સમયે સાંસદ, ધારાસભ્યઓ દ્વારા રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ. જેને ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા સ્વીકારવામાં આવેલ છે. આ તબક્કે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીને આભાર વ્યક્ત કરેલ છે
આ રિવર ફ્રન્ટની કામગીરીની શરૂઆત પૂર્વે તેના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરિયા, સ્ટે. કમિટી ચેરેમેન નિલેશ કગથરા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતન નાખવા, શિક્ષણસમિતિના અધ્યક્ષ મનીષ કનખરા સહીત શહેર સંગઠન, પૂર્વ મંત્રી, પૂર્વ અધ્યક્ષ, પૂર્વ મેયર, વિવિધ મોરચા ના પદાધિકારીઓ, વોર્ડ સમિતિ ના પદાધિકારીઓ, પેઈજ પ્રમુખો, કાર્યકર્તાઓએ આ કામગીરી ને આવકારેલ છે, તથા રિવર ફ્રન્ટની આ કામગીરી જલ્દીથી પૂર્ણ થાય અને જામનગરને એક વિશેષ ઓળખ પ્રાપ્ત થાય તેવી શુભકામના પાઠવેલ છે. ભારતીય જનતા પાર્ટી, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવાયું છે.