જામનગર શહેરમાં ઘરફોડ ચોરી કરનાર કિશોરને સિટી બી પોલીસે રૂા.30500 ની રોકડ તેમજ આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, સિટી બીના સર્વેલન્સ સ્ટાફના પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિતેશભાઈ સાગઠીયા તથા સંજયભાઈ પરમારને સિટી બી માં નોંધાયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ શખ્સ ચોરીના મુદ્દામાલ સાથે વિકટોરિયા પુલ નીચે નદીના પટમાંથી પસાર થનાર હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. ચાવડાની સુચના તથા સિટી બી ના પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ સાગઠીયા, મનહરસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા બાતમીના સ્થળે વોચ ગોઠવી કાયદાથી સંઘર્ષિત કિશોરને ઝડપી લઇ અંગઝડતી કરતા રૂા.30500 ની રોકડ રકમ તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું હતું. જેમાં રોકડ બાબતે પૂછપરછ કરતાં 10 દિવસ પૂર્વે વિકટોરિયા પુલ ભારત પેટ્રોલપંપ પાસે ગોમતીપુરમાં આવેલા રહેણાંક મકાનમાંથી ચોરી કરી હોવાની કેફિયત આપી હતી.