Sunday, March 23, 2025
Homeરાજ્યજામનગરજામનગરના વિકાસ કાર્યો માટે પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

જામનગરના વિકાસ કાર્યો માટે પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

રિવરફ્રન્ટના પ્રોજેકટને મંજૂરી, નદીની મુળ સ્થિતિ પહોળાઇ/લંબાઇમાં ખોદાણ માટેની ગ્રાન્ટ રિલિઝ કરવા, જીડીસીઆરના નિયમોમાં ફેરફારની માગણી સહિતના મુદ્દાઓ અંગે રજૂઆત કરાઇ

જામનગર મહાનગરના વિવિધ વિકાસ કાર્યો માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતે તા. 21ના રોજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર કિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશીષભાઈ જોષી, શાસકપક્ષ દંડક કેતનભાઈ નાખવા દ્વારા સંયુક્ત મુખ્યમંત્રી, ગુજરાત રાજયની મુલાકાત લેવામાં આવી હતી.

- Advertisement -

જેમાં જામનગર શહેર વિસ્તારમા પેરીફરીમાં રીલાયન્સ, જી.એસ.એફ.સી., નાયરા તથા અન્ય ઔધોગીક એકમો આવેલ હોય, બાયપાસને પેરેલલ રીગ રોડની જરૂરીયાત હોય, રાવલસર/સરમતથી દરેડ સુધી 60 મીટર ડી.પી.રોડ ડેવલોપ કરવા અદાજીત લબાઈ 14 કિલોમીટર અને પહોળાઈ 60 મીટર થવા જાય છે. જામનગર શહેર ટ્રાફિક સમસ્યાને ધ્યાને લેતા આ રીગરોડ કરવો જરૂરી છે. હાલે રીગ રોડની કામગીરી ત્રણ અલગ-અલગ સરકારી વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે પૈકી અલગ-અલગ પોર્સનમાં ડામગીરી માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્રણેય સરકારી વિભાગોને આ બાબતે જરૂરી સુચના આપી તાત્કાલીક કામગીરી પૂર્ણ થાય તે અંગે રજુઆત કરવામાં આવી હતી.

રીવર ફ્રન્ટના પ્રોજેકટને તાત્કાલીક મંજુરી આપવા તેમજ આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઈ નદીની મુળ સ્થિતિ પહોળાઇ/લંબાઈમાં ખોદાણ માટેની ગ્રાંટ વ્હેલી તકે રીલીઝ કરવા રજુઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમા જી.આઈ.ડી.સી. ફેસ-2 અને 3મા મુખ્ય બી.યુ. પરમીશન જી.આઈ.ડી.સી. વિભાગ દ્વારા આપવામાં આવે છે. જેના હિસાબે પણ વિલંબો થતા હોય, આ વિસ્તાર જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવી ગયેલ હોય અને તેઓ સાથે એસ.પી.વી. અને એમ.ઓ.યુ. થયેલ છે આ અંગે જામનગર મહાનગરપાલિકાને સદરહુ વિસ્તારમા બી.યુ. પરમીશન આપવા અંગે જરૂરી રજુઆત કરવામાં આવી હતી.

જુના જામનગરની અંદર જીડીસીઆરની અંદર પુરાતત્વ વિભાગની જે મંજુરી લેવી પડે છે, તેમાં વહીવટી પ્રક્રિયામાં ખુબ જ વિલંબ થતો હોય. જેથી સદરહું બાબતે લોકલ ઓથોરીટીને સત્તા આપી મંજુરી આપવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જીડીસીઆરના નિયમોમાં ફેરફારની માંગણી કરી હતી. જેમાં, 150 મી. થી નાના મકાનો છે તેમાં રોડની પહોળાઈ હિસાબે હાઈટનો પ્રશ્ન રહેતો હોય, સેટબેક મુકવો પડે છે તેમાં પણ જુના જામનગરની અંદર જે મકાનો છે તેમાં પણ અન્ય મહાનગરનોમાં જે પ્રકારે જોગવાઈ કરવામાં આવેલ છે તેની જામનગર મહાનગરમાં અમલવારી થાય તે જીડીસીઆરમાં જરૂરી સુધારો કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી.

આ રજુઆતો તેમજ જામનગર મહાનગરને સ્પશર્તા પ્રશ્ર્નો બાબતે રજુઆતો કરવામાં આવી હતી. જેના પ્રત્યુતર સ્વરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર મહાનગરની વિકાસ ગાથા અવિરત ચાલતી રહેશે તેમજ મનપા દ્વારા મહાનગરના વિકાસના જે જે પ્રોજેકટો મંજુરી માટે મોકલવામાં આવશે તેની મંજુરી અન્વયેની આનુસંગીક કાર્યવાહી તાકીદે કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular